ચેતન પટેલ, સુરત: કેરલ સદીના સૌથી વિનાશક પૂરની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. કેરલમા આવેલા વિનાશનક પૂરમાં ફસાયેલા સુરતના વિધાર્થી યશ પટેલને પોતાના માદરે વતન પહોંચવામાં સફળતા મળી. ત્રણ દિવસમાં 2400 કિ.મી નું અંતર ભુખ્યા પેટે કાઢી તે સુરત આવી પહોચ્યો હતો. જેને લઇને પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સુરતના પાલ અડાજણ વિસ્તારમા રહેતો યશ રમેશ પટેલ કેરલમાં આઇ.એચ.એમ.સી.ટી કોલેજમા અભ્યાસ કરે છે. આ દરમિયાન કેરલમાં વિનાશકારી પૂર આવ્યું, ત્યારે યશની કોલેજમાં પણ પાણી ભરાઈ જતા તેઓને રજા આપી દેવામા આવી હતી. યશ તથા તેના અન્ય બે મિત્રો હેમખેમ પાણીમાંથી બહાર નીકળી હાઇવે સુધી પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓએ ટ્રેન મારફતે સુરત આવવાનુ નક્કી કર્યુ હતુ. જો કે પૂરની પરિસ્થિતિને કારણે ત્યાંની મોટા ભાગની ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી હતી. આમ છતાં યશ અને તેના મિત્રોએ હિંમત હારી ન હતી.
યશ ત્રણ દિવસમાં પોતાના મિત્રો સાથે પાંચ રાજયોમાંથી ફરી કુલ 2400 કિ.મીનું અંતર કાપી ઘરે પહોંચ્યો હતો. મહત્વની વાત એ છે કે જે ટ્રેનો ઉપડી રહી હતી તેમાં રીઝવેશન ન હોવાના કારણે તેઓએ જનરલ ડબ્બામા બેસીને મુસાફરી કરવી પડી હતી. રાત્રી દરમિયાન હેમખેમ ડબ્બામાથી બહાર નીકળી સ્ટેશન પર જમવાનું કે નાસ્તો લેવા નીકળતા હતાં તો ત્યાં પણ દુકાન બંધ જોવા મળતી હતી. આખરે યશ તેના મિત્રો સાથે તેના ઘરે પરત ફરતા પરિવારજનોનાં જીવમાં જીવ આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે